વિક્રમ સંવત 1696 (ઈ.સ.1640) ગામ_બાલાગામ (તા-કેશોદ.જિ-જુનાગઢ.ગુજરાત)માં રહેતા વીરા ભગત અને હેમીબાઈના દાંપત્ય જીવનના 12 વર્ષ પછી આ ની:સંતાન દંપતિના ઘરે એક ગીરનારી સંતના આશીર્વાદથી પાંચ પુત્રનો જન્મ થયો (લાખો.લક્ષ્મણ.વાસો.ભીમો અને સૌથી નાનો દાસો (દાસારામ))
દાસારામના વિવાહ કોઈલાણા ગામના સવદાભાઈ કારેણાની પુત્રી બાયાબાઈ સાથે થયા.સંસારિક જીવનમાં બે પુત્ર (હમીર. રાણો અને એક પુત્રી જાનબાઈ)એમ ત્રણ સંતાનો હતા.અષાઢી બીજના દિવસે 109 વર્ષની અવસ્થાએ બાલાગામની વાવમાં જળ સમાધિ લઈ આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતાછુત.માન્સાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણોને ક્રુષ્ણભક્તિ. પરોપકારતા.સતસંગ દ્વારા દૂર કરી માનવજીવનમા ખરા અર્થમાં સુખ-શાંતિ અર્પિ (જે તેમનાં જીવન સાથે જોડાયેલી કે બનેલી અનેક ઘટનાઓ,પ્રસંગો સાક્ષી પૂરે છે).
તેમના અનુયાયીઓ.ભક્તો સોરઠ. કાઠીયાવાડ અને ગીર પંથકમાં મોટા પ્રમાણમાં છે.
રાજા સગરના વંશજ અને ગંગા અવતરણ ભગીરથના વારસદાર એવા આ સંતને શત શત વંદન
YouTube Live
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.